વાંકાનેર : ગત મહિનામાં કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેના વિશ્વભરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને આ જધન્ય ઘટનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડી કાઢી બદલો લેવાનું આશ્વાસન આપ્યુ છે જેના અનુસંધાને હાલ બને દેશો વચે યુદ્ધનો માહોલ જોવા મળે છે. જો યુદ્ધ થાય તો પ્રજાજનોના સહયોગની ખાસ જરૂરિયાત થાય છે. જેના અનુસંધાને આજે સાંજે સાયરન વગાડવામાં આવશે અને રાત્રિના ૩૦ મિનિટ પાવર બંધ રાખી યુદ્ધ સમયે જે રીતે લાઈટો બંધ રાખવી પડે છે તેમજ વહીવટી તંત્ર તેમજ સરકારની સૂચનાઓનું પાલન કરવુ જોઈએ. ત્યારે આજે યોજાનાર મોકડ્રીલ માં સહયોગ આપવા તમામ પ્રજાજનોને રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા અપીલ કરવામાં આવેલ છે
