મોરબીમાં મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા ભારત સરકાર દ્વારા કરવામાં ઓપરેશન સિંદૂરની સફળતાનાં સંદર્ભે ગ્રીન ચોક ખાતે આજે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.
પહેલગામમાં ધર્મના નામે થયેલ હિન્દુઓની હત્યાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરતા ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ રોકવા પાકિસ્તાન પર મિશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઈક ક૨ી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જે સંદર્ભે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ગૃપ દ્વારા મોરબીના ગ્રીનચોક ખાતે સાંજે ફટાકડા ફોડી, આતેશબાજી કરી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ થયા હતા.

