વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા, ઢુંવા અને કોટડા નાયાણી ગામે અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં વીજશોક લાગવાથી, છત ઉપરથી પડી જવાથી તેમજ વીજ શોક લાગવાથી અકાળે મૃત્યુ થવાના ત્રણ બનાવ બન્યા હતા.
પ્રથમ બનાવમાં વાંકાનેરમા કોટડા નાયાણી ગામે રહેતા મામદભાઈ અલ્લારખાભાઈ સમા ઉ.40 નામના યુવાન પોતાના ઘેર બોરની મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગવાથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં ગત તા.19ના રોજ વાંકાનેરના ઢુંવા નજીક આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીમાં કામ કરતી વેળાએ પડી ગયેલા મૂળ અકાળા ગીરના રહેવાસી રણજીતભાઈ જેન્તીભાઈ સોંદરવા ઉ.30 નામના યુવાન છત ઉપરથી પડી જતા માથામાં તેમજ છાતીના ભાગે ઇજાઓ પહોંચતા મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં મેસરિયા ગામના બસસ્ટેન્ડ પાછળ આવેલ મેનેક્સ કમ્પોઝાઈટ નામના કારખાનામાં કામ કરતા શ્યામસિંગ રાજારામ યાદવ ઉ.40 નામના મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ કુવાડવા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય ઘટનામાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.