Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsઆજે રાત્રે બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અપીલ

આજે રાત્રે બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અપીલ

આપણા ઘર, દુકાન, કારખાના, ઓફિસ સહિતના સ્થળે બ્લેક આઉટ- સંપૂર્ણ અંધારપટ કરી સુરક્ષા અને સલામતીના પગલામાં સહભાગી બનીએ. યુદ્ધ કે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ અનિચ્છિય બનવા પામે તે માટે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સમાં સહભાગી બની આજે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટમાં સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકાનાં નાગરિકોને સ્વયંભૂ જોડાવવા વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની રણનીતિ છે. બ્લેકઆઉટ ઘરો, ફેક્ટરીઓ, દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરે છે, જેમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવી વગેરેનો સમાવેશ થાય છે. યુદ્ધ સમયની મહત્વની આ રણનીતિમાં કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરવામાં આવે છે જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. જેના પગલે વાંકાનેર વિસ્તારમાં રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments