મોરબી : મોરબીના સક્રિય પત્રકારો રાત દિવસ જોયા વગર પત્રકાર તરીકેની કઠિન ફરજ બજાવવાની સાથે ફેમેલીમાં પણ યોગ્ય રીતે ફરજ નિભાવતા તેમના સંતાનોએ પણ ભણાવામાં સખત મહેનત કરી આજે જાહેર થયેલા ધો. 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં ડંકો વગાડતા મોરબીના પત્રકાર આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
જેમાં આજે ધો. 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે મોરબીના વિટીવીના પત્રકાર હરનિશભાઈ જોશીની વ્હાલસોયી અને અભ્યાસમાં હમેશા તેજસ્વી રહેલી પુત્રી જોશી દિયા હરનિશભાઈએ ધો.10 બોર્ડની પરીક્ષામાં 83.75 પીઆર સાથે બી-વન ગ્રેડ મેળવીને પિતા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમજ બીજા પત્રકાર રવિભાઈ મોટવાણીના પુત્ર પરિન રવિભાઈ મોટવાણીએ ધો.10ની પરીક્ષામાં 87.57 પીઆર સાથે એ ટુ ગ્રેડ મેળવીને પિતા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે..પત્રકાર હરનિશભાઈ જોશીની તેજસ્વી પુત્રી દિયા જોશીએ ધો.10માં સારું પરિણામ મેળવીને એન્જિનિયર ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની નેમ વ્યક્ત કરી છે. સાથેસાથે રવિભાઈ મોટવાણીના પુત્ર પરિને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ ઉજ્જવળ કારકિર્દી ઘડીને પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બન્ને પત્રકારોના તેજસ્વી સંતાનોને મોરબીના સમગ્ર પત્રકાર આલમેં અભિનંદન પાઠવ્યા છે.
