ટંકારા: માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયા માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ રહ્યો છે. શાળાએ માર્ચ 2025માં લેવાયેલી એસ.એસ.સી. (ધોરણ 10)ની પરીક્ષામાં 100% પરિણામ હાંસલ કર્યું છે. પરીક્ષામાં બેઠેલા તમામ 32 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સખત મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે. આ વર્ષના પરિણામમાં વિદ્યાર્થીઓએ અસાધારણ દેખાવ કર્યો છે.
જેમાંથી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં શાળા કક્ષાએ પ્રથમ નંબરે ડાભી દિવ્યા રણજીતસિંહ- 97.76%, બીજા નંબરે ખાખરીયા અંકિતા અશોકભાઈ – 97.14% અને ત્રીજા નંબર પર ચાવડા ગાયત્રી હેમંતભાઈ- 97.02 % આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ ગુણ મેળવીને શાળાની શૈક્ષણિક ગુણવત્તાની સાબિતી આપી છે.
શાળાના આચાર્યએ તમામ સફળ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાના શિક્ષકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની લગન અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે. શાળા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે કટિબદ્ધ છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતિયા સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યું છે.
