મોરબી : મોરબી નજીક આવેલી માઇનોર નર્મદા કેનાલનું કેટલાક સમયથી કામ અધૂરું છે. આ કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હતી. આ બાબતની ફરિયાદ મળતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે માઇનોર કેનાલની મુલાકાત લઈને કેનાલના અધૂરા કામ બાબતે અધિકારીઓને ખખડાવી કેનલનું કામ યોગ્ય રીતે ઝડપથી પૂરું કરવાની સૂચના આપી હતી.
મોરબી નજીક પાવડિયાળી કેનાલ રોડ ખાતે ધ્રાંગધ્રા શાખા નહેર પાવડિયાળીથી નવા સાદુળકા અને હરિપર ધાંગધ્રા બ્રાન્ચની ડી–32 માઇનોર જે કેનાલનુંનું કામ અધૂરું હતું.હરિપર અને ભરતનગર ગામના ખેડૂતો અને આગેવાનોને સાથે મોરબી–માળિયા ધારાસભ્યકાંતિભાઈ અમૃતિયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કામ અધૂરું હોવાની ફરિયાદ ઉઠતા તેઓએ માઇનોર કેનાલના કામનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમજ તેઓએ નર્મદાના સેક્રેટરી અને ચીફ એન્જિનિયર તેમજ વિવિધ અધિકારીને ખખડાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

