મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના મહામંત્રી અને બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીની ભત્રીજી ઉત્તરાશૈલેષભાઈ જોષીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી છે.
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી દીકરી ઉત્તરા શૈલેષભાઈ જોશીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 94.17% અને 98 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. બે વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. સમાજ , પરિવાર અને શાળા પરિવારનું ગૌરવ વધારવા બદલ ચોમેર થી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
