વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે આગાઉ વાડીમાં ઢોર ચારવાની ના પાડનાર વાડી માલિક ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ઢોર સાઈડમાં લેવા મામલે ઝઘડો કરી ત્રણ શખ્સોએ ભેંસ અને ઘેટા બકરા ન હટાવી ઝઘડો કરી વાડી માલિક યુવાન ઉપર ધારીયા અને લાકડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અકબરભાઈ વલીમામદભાઈ શેરસિયા ઉ.39 નામના ખેડૂત યુવાને આરોપી વિપુલ છેલાભાઈ ટોળીયા, વિજય ઉર્ફે ગાંડીયો છેલાભાઈ ટોળીયા અને આરોપી સુરેશ પબાભાઈ ટોળીયા રહે. તમામ જોધપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓને અગાઉ વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા તેનો ખાર રાખી ગઈકાલે તેઓ વાડીએથી ટ્રેકટર લઈને જતા હતા ત્યારે આરોપીઓના ઢોર રસ્તા ઉપર હોય હોર્ન મારી માલઢોરને સાઈડમાં લેવાનું કહેતા આરોપીઓએ ઝઘડો કરી ધારીયાનો ઘા મારી લાકડી તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો.બનાવ અંગે ફરિયાદી અકબરભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.