મોરબી:- મોરબી પોલીસ દ્વારા મોરબીમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું યુદ્ધની સ્થિતિ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે, તેવામાં સરહદી વિસ્તારોમાં તંત્ર આ એલર્ટ મોડ ઉપર છે, આ ઉપરાંત સરહદી જિલ્લાઓના નજીકના જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસે પણ સત્તતતા દાખવી કોમ્બિંગ હાથ ધર્યું હતું,
જેમાં મોરબી પોલીસ દ્વારા નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રિના ચેકિંગ હાથ ધરાયુ હતું, જેમાં બસ સ્ટેન્ડમાં જેટલા મુસાફર હતા તેમના આઇડી ચેક કરવામાં આવ્યા હતા, આ સાથે તેમના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા સરહદ સિવાયના વિસ્તારોમાં પણ સુરક્ષા ને લઈને સંઘન કામગીરી કરવામાં આવી રહી છે.

