મોરબી:- મોરબી જિલ્લા પોલીસની હાલની ભારત પાકિસ્તાનની પરિસ્થિતિ જોતા, સોશિયલ મીડિયા ઉપર બાજ નજર છે. ભારત અને પાકિસ્તાનનું વચ્ચે યુદ્ધની સ્થિતિ છે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકતા અને સહ પ્રભુતા પર અસર કરતી કોઈપણ ખોટી માહિતી કે ફેંક ન્યુઝ કરે તેવી પોસ્ટ કરવી નહીં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ બાજ નજર રાખવામાં આવી રહી છે જો આવા પ્રકારની કોઈ ફેક પોસ્ટ કરનાર વ્યક્તિ પકડાશે, તો તેના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવ્યું છે.