મોરબી:- મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા ઉંમર વર્ષ 64 નામના વૃદ્ધ નશાની હાલતમાં માધાપર શેરી નંબર 12 માં પડી જતા માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું, પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતકને ડાયાબિટીસની બીમારી પણ હતી, બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.