મોરબી : મોરબીમાં ઉનાળાની સિઝન પુરી થઈને સીધી જ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય એમ આજે ફરી એકવાર ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને મોરબી તેમજ ટંકારામાં આજે બપોરે ગરમી અને અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ચોમાસું હોય તેમ ભરઉનાળે ધોધમાર કમોસમી વરસાદ પડતાં ઠેરઠેર નદીના વહેણની માફક પાણી દોડતા થઈ ગયા હતા અને ઠેરઠેર પાણી ભરાયા હતા.


