મોરબી : હાલ દેશની સરહદ ઉપર તણાવભરી પરિસ્થિતિ છે. ભારતની આંતકવાદ વિરોધી લડાઈ સામે પાકની નાપાક હરકતને લીધે યુદ્ધ જેવો ખતરો તોળાઇ રહ્યો હોય આવી પરિસ્થિતિમાં કદાચ યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિ સર્જાઈ તો યુદ્ધ અસરગ્રસ્તોને મદદરૂપ થવા મોરબીનું જલારામધામ આગળ આવ્યું છે. જેમાં મોરબીનું જલારામધામ યુદ્ધની સંભવિત આપટકાલિન સ્થિતિમાં તંત્રની સાથે રહીને અસરગ્રસ્ત લોકો માટે ભોજન અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરશે તેવી જાહેરાત કરી છે.
મોરબીનું જલારામધામ વર્ષોથી નિયમિત અન્નક્ષેત્ર સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત જલારામધામ કોઈપણ જગ્યાએ પુર હોનારત,ધરતીકંપ, યુદ્ધ જેવી આપાતકાલિન સ્થિતિમાં અસરગ્રસ્તોની વ્હારે રહી માનવતાભર્યું કાર્ય કરે છે. આ સંસ્થા દરેક વિપરીત સ્થિતિમાં લોકોને બેઠા કરવાનું કામ કરે છે. ત્યારે હાલ દેશની સરહદ ઉપર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ તેવી દહેશત હોવાથી આ જલારામધામ અસરગ્રસ્તોને મદદરૂપ થશે. જેમાં પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતીમાં મોરબી જલારામધામ સેવા માટે તત્પર છે. તંત્રની સુચનાથી ગમે તેટલા લોકો માટે બે ટાઈમ ભોજન પ્રસાદ તેમજ ફુડ પેકેટ બનાવી આપવામાં આવશે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવી જેથી ભોજનપ્રસાદની વ્યવસ્થા થઈ શકે તેવું જણાવ્યું છે.