મોરબી : હાલ પાકિસ્તાન રઘવાયું બનીને હુમલાનો નાપાક પ્રયાસ કરતું હોવાથી કચ્છની સરહદે તનાવભરી સ્થિતિ સર્જાઈ છે. તેથી તંત્ર,સરકાર અને લશ્કરી દળો કચ્છના લોકોના જાનમાલની રક્ષા કરી રહ્યા છે. આવી વિપરીત પરિસ્થિતિમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમસ્ત કચ્છના લોકોને સતર્ક રહેવાની સાથે સંપૂર્ણપણે સહયોગ આપવાની અપીલ કરી છે.
ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લોકોને અપીલ કરી છે કે, કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. બ્લેકઆઉટની અંદર સરકારને પૂર્ણ રીતે સહયોગ કરવા માટે પણ અનુરોધ કર્યો છે. જે પ્રમાણની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેક આઉટનું પાલન કરવા અપીલ કરી છે. ખાસ કરીને જરૂર વગર ઘરથી બહાર ના નીકળવા માટે પણ અપીલ કરી છે. દેશના જવાનોનો જુસ્સો વધારવા અને વહીવટીતંત્રને સહકાર આપવા માટે પ્રજાએ સહકાર આપવો જોઈએ. અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ વસ્તુઓની જાણકારી પોલીસને કરવા અપીલ કરાઈ છે. આ કપરા સમયમાં સૌ સાથે મળીને દેશના જવાનો અને તંત્રનો સાથ સહકાર આપીએ તેવું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું છે.
