Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના મહેન્દ્રનગરમાં રક્તદાન કેમ્પમાં નિવૃત શિક્ષકે 57 મી વખત રક્તદાન કર્યું

મોરબીના મહેન્દ્રનગરમાં રક્તદાન કેમ્પમાં નિવૃત શિક્ષકે 57 મી વખત રક્તદાન કર્યું

મોરબી : મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે અંતિમવિધિ વખતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરી લોકોપયોગી કાર્યો લોકો દ્વારા થતાં હોય છે, એવી જ રીતે હાલ પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદુર અંતર્ગત યુદ્ધ ચાલી રહ્યું હોય,આ યુદ્ધ માટે,લોકો માટે સેનાના જવાનો માટે રક્તની જરૂરીયાતને પહોંચી વળવા મોરબીમાં જુદા જુદા સામાજીક સંગઠનો,તંત્ર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મોરબીના સંસ્કાર ઇમેજિંગ દ્વારા સારથી વિદ્યાલય- મહેન્દ્રનગર ખાતે તાલુકા હેલ્થ ઓફીસના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્ણ કાલિન કાર્યકર્તા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયાએ 62 વર્ષની ઉંમરે 57 મી વખત રકતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી નાગરિક ધર્મ બજાવવા બદલ મહાદેવભાઈ રંગપરિયાને ચોમેરથી ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે.રક્તદાન કેમ્પને સફળ બનાવવા જયંતીભાઈ શેરસીયા,કેતનભાઇ બોપલિયા કેશુભાઈ કલોલા,ખરેડા હેલ્થ સેન્ટરના ડો.સબાપરા સાથે વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ તથા મુકેશભાઈ ગામી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી, જયંતીભાઈ શેરસીયા તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી.જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રક્તદાન કેમ્પમાં હાજરી આપી સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments