મોરબી : 11 મેના રોજ મિશન નવભારત મોરબી જિલ્લા સંગઠનના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના જન્મદિવસ પ્રસંગ નિમિત્તે મિશન નવભારત મોરબી જિલ્લા તથા મોરબી શહેર ભાજપના સહકારથી મહારક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 125 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવી હતી. આ રક્ત સંસ્કાર બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવી હતી.
હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને દેશ હિત માટે રક્તનો ઉપયોગ થઈ શકે તે અર્થે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આ ભગીરથ કાર્યમાં મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રથમભાઈ અમૃતિયા, મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી મનભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા તથા મહામંત્રી ભાવેશભાઈ કણજારિયા તથા સમગ્ર ટીમનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરિયા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, મહામંત્રી મહેશભાઈ કટેશીયા તથા મહામંત્રી સુમિતભાઈ દેસાઈ તથા મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા શાખાના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી તથા તમામ મોરચાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અમુલકુમાર જોષીએ કર્યું હતું.

