મોરબીના બે વૃદ્ધ સાથે અમેરિકાની એર ટીકીટના બહાને રૂ.7.71 લાખની ઠગાઈ
અમદાવાદના ટુર ઓપરેટર દંપતીએ ઓનહોલ્ડ ટીકીટ આપી છેતરપીંડી આચરી
મોરબી : અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા મોરબીના પાટીદાર વૃદ્ધ અને તેમના મિત્રએ અમેરિકા લગ્ન પ્રસંગમાં જવા માટે બુક કરાવેલી એર ટીકીટના નામે અમદાવાદના ટુર ઓપરેટર દંપતીએ 7.71 લાખની છેતરપિંડી કરી ઓનહોલ્ડ ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ ન કરાવી પૈસા પણ પાછા ન આપતા છેતરપીંડીની આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ ઉપર પટેલ સોસાયટીમાં રહેતા અને અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજા ઉ.70 નામના વૃદ્ધે આરોપી મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને આરોપી ભાવિકાબેન મહર્ષિભાઈ દવે રહે.સૂકુંન રેસિડેન્સી, ગોતારોડ, અમદાવાદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના મિત્રના ઘેર અમેરિકામાં લગ્નપ્રસંગ હોવાથી અમેરિકા જવું હોય આરોપીઓ મારફતે પોતાની તેમજ તેમના મિત્ર વસંતભાઈ અંબાલાલભાઈ પટેલની પ્લેનની ટીકીટ બુક કરાવવા માટે આરોપી દંપતીના બેન્ક ખાતામાં પૈસા મોકલી આપ્યા હતા. જો કે, આરોપીને પૈસા ચૂકવી દીધા બાદ આરોપીએ બન્ને ભોગ બનનારના નામની ઓન હોલ્ડ ટીકીટ મોકલી આપી હતી.જે ટીકીટ કન્ફર્મ ન થતા વારંવાર કહેવા છતાં રૂપિયા 7,71,213 પરત નહિ કરતા તેઓ અમેરિકા પણ જઇ શક્યા ન હતા અને પૈસા પણ પરત ન મળતા દંપતી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.