મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીંસરા ગામે આવેલ મોમાઈધામ મંદિરે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા તા.15,16,17 એમ ત્રણ દિવસ સુધી શ્રી મોમાઈધામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજ્જવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 15-5 ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન દેહશુદ્ધિ, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા, બપોરે 3 થી 5 કલાક દરમ્યાન પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તા. 16-5-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન જળયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી તથા મૂર્તિના ન્યાસ-ધ્યાન, કુટિર હોમ, બપોરે 3 થી 5 કલાક દરમ્યાન પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભીષેક, ધાન્યાધીવાસ અને તા. 17-5-2025 ને શનિવારના રોજ સવારે 9 થી 12:35 કલાકે કુળદેવી રાજોપચાર પૂજન, નવચંડી યજ્ઞ, ગ્રહયજ્ઞ તથા સ્થાપિત દેવોનો યજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા અભિજીત મુહૂર્ત, મંદિરનું ઈંડુ ચડાવવાની વિધિ, ધ્વજા રોહણ, સાંજે 4 કલાકે પુર્ણાહુતી અને 4:30 કલાકે મહાઆરતી ઉપરાંત સાંજે 6 કલાકે સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી, વિવેકાનંદનગર, મોટા દહીંસરા ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
