મોરબી : જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા
નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઓપરેશન સિંદૂર હેઠળ આપણી સેના દ્વારા બદલો લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનના લીધે પાકિસ્તાનના આંતકવાદી અને સંરક્ષણ કેન્દ્રોને ભારી નુકસાન થયેલ છે.આપણા સશસ્ત્ર દળો અને વડાપ્રધાનના દ્રઢ નેતૃત્વના સન્માન માટે મોરબીમાં કાલે ગુરુવારે તિરંગા યાત્રા યોજવામાં આવશે
આ તિરંગા યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ ખાતે સવારે ૮:૪૫ કલાકે બધા એકત્ર થશે. ૯ વાગ્યે યાત્રા શરૂ થશે. જે રામ ચોક, જુના બસ સ્ટેન્ડ, નગર દરવાજા, મહાનગરપાલીકા, બાપા સીતારામ ચોક થઈ નવા બસ સ્ટેન્ડએ પૂર્ણ થશે. આ બાઈક રેલી હોવાથી પોતાનું બાઈક કે મોટરસાયકલ લઈને આવવાનું રહેશે. આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ મોરબીવાસીઓ જોડાય તેવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
