મોરબીના લાતીપ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં ગત મોડીરાત્રે બે પરિવાર વચ્ચે યુવતીની છેડતી કરવા મુદે થયેલ જુના ઝઘડાનું મનદુઃખમાં માથાકૂટ થઇ હતી બાદમાં બન્ને પરિવાર વચ્ચે મારામારી થતા બે મહિલા સહીત 6 જેટલા લોકોને ઈજા પહોચી હતી બનાવમાં એક આધેડએ ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા બનાવને પગલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં માહોલ ગરમાયો હતો સિવિલમાં પણ મારામારીનો પ્રયાસ થતા એ ડીવીઝન પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોનો ખડકી દેવાયો હતો બનાવ અંગે બન્ને પક્ષની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ મુસ્તાક કાસમભાઈ સંઘવાણીએ નોધાવી હતી.જેમાં આરોપી મહમદ કાસમ થઇમ દ્વારા તેમની નાની બહેનની છેડતી કરવામાં આવી હતી જેથી અગાઉ આ બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સમાધાન પણ થયું હોવા છતાં ગઇકાલે તે પાનની દુકાને બેઠા હતા ત્યારે મહમદ ત્યાં બેઠો હતો અને તેની સાથે ઝઘડો કરી મારમાર્યો હતો આ દરમિયાન અન્ય આરોપીઓ ,મહેબુબ કાસમભાઈ થઈમ, કાસમભાઈ ખમીશાભાઈ થઇમ તેમજ જ્લાબેન કાસમભાઈ થૈયમ મળીન પરિવાર પર તલવાર છરી થી હુમલો કર્યો હતો અને પથ્થરના પણ છુટા ઘા કર્યા હતા જયારે મુસ્તાકના પિતા કાસમભા ઈખમીશા ભાઈ સંઘવાણીને તલવારના ઘા ઝીકતા તેમને ગંભીર ઈજા પહોચી હતી સિવાય તેમની માતા ફાતેમાબેન કાસમભાઈ સંઘવાણી તેમના ભાઈ પત્ની સહીત ઘરના 6 લોકોને ઈજા પહોચી હતી બનાવ અંગે મહમદ કાસમ થઇમ,મહેબુબ કાસમભાઈ થઈમ, કાસમભાઈ ખમીશાભાઈ થઇમ તેમજ જ્લાબેન કાસમભાઈ થૈયમ સહીતના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
સામેપક્ષે જોન્સનગર વિસ્તારમાં જ રહેતા મહમદ કાસમ ભાઈ થયમે મુસ્તાક ઉર્ફેદ ડાડો કાસમ સંઘવાણી તેમજ કાસમ સંઘવાણી સામે ફરિયાદ નોંધાવી હતી તેણે જણાવ્યું હતું કે આરોપી મુસ્તાક ની નાની બહેન સાથે તેને પ્રેમ સંબંધ હોય જે વાતો રાખી તમામ આરોપીઓ દ્વારા તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેમની સાથે મારામારી કરી પથ્થરો અને કાચની છૂટી બોટલોના ઘા કર્યા હતા સાથે છરી થી પણ બીજા પહોંચાડવાની કોશિશ કરી હતી આરોપી અસલમે ફરિયાદીના ભાઈ મહેબૂબ ને મારી નાખવાના ઇરાદે સાયકલના ચક્કર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત આરોપીએ છરીના ઘા વડે પરિવારના અન્ય સભ્યોને પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ બનાવમાં પોલીસે બીએન એસની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

