મહેન્દ્રનગરવાસીઓના પ્રાણ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખેજાનકીબેન કૈલા મ્યુનિ કમિશનરને રજુઆત કરી
મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડે છે. આથી મહેન્દ્રનગરવાસીઓના પ્રાણ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે જાનકીબેન કૈલા મ્યુનિ કમિશનરને રજુઆત મ્યુનિ કમિશનરને રજુઆત કરી છે.
મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી કે, મોરબીના મહેન્દ્રનગરના મીલી પાર્ક શેરી નં-૭ થી મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમ સુધી ભુર્ગભ ગટર હતી પરંતુ મહેદ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી નવા રોડના કામ કરવાથી ત્યા જે ભુર્ગભ ગટર હતી. જે કાઢી નાખી છે.જેથી ગટરનું ગંદુ પાણી રોડની બહાર ફેલાઈને ગંદકી ફેલાવે છે અને ભારે ગંદકી થવાથી આરોગ્યનો ખતરો રહે છે.આથી આરસ્તા પર તાત્કાલીક ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવવામાં આવેલ છે તે સોસાયટી અંદાજે ત્રણ ફુટ ઉચો છે જેથી વરસાદી પાણીનો નિકાલ સંદતર બંધ થયેલ છે જેના કારણેથી વરસાદનુ પાણી નજીકની સોસાયટીમાં વરસાદનુ સોસાયટીમાં આવી જાય છે અને નુકસાની તો થાય જ છે પરંતુ સોસાયટીમાં અંદર આવવા જવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે જેથી વરસાદી પાણીનો નિકાલ થાય તે બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે. મહેન્દ્રનગર ચોકડીએ નવો રોડ બનાવાથી પાણીને લાઈનો તુટી ગયેલ છે જેના કારણે લાઈનમાં આવતુ પાણી ગંદુ અને દુર્ગંધ વાળુ આવે છે અને તે પણ અનીયમીત છે તો પાણીની લાઈન રીપેરીંગ કરવા અને પાણી સમયસર અને સારૂ મળે તે બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.