મોરબી: રાયપુર, છત્તીસગઢ ખાતે આવેલ નરેન્દ્ર મોદી વિચાર મંચ – મિશન ન્યૂ ઈન્ડિયાની રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાઅં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી આવેલ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ બેઠકમાં દેશના વિકાસ, યુવા સશક્તિકરણ અને સમાજસેવા સંબંધિત વિવિધ વિષયો પર ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અવસરે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાને તેમના સતત સામાજિક કાર્ય અને યુવા ઉદ્દીપન માટેના યોગદાન બદલ રાષ્ટ્રીય મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રથમ અમૃતિયા છેલ્લા ઘણા સમયથી વિવિધ યુવા પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય ચેતનાને જગાડતી કામગીરીમાં સક્રિય છે. તેમણે મિશન ન્યૂ ઈન્ડિયા અંતર્ગત જે રીતે નેતૃત્વ દર્શાવ્યું છે, તે માટે દેશના અગ્રણીઓ દ્વારા તેમને પ્રશંસા મળી છે. આ રાષ્ટ્રીય બેઠક એ માત્ર વિચાર વિમર્શનું પરંતુ યુવા પેઢી માટે પ્રેરણા રૂપ બની રહી છે. દેશના નવનિર્માણ માટે યુવાનોએ આગળ આવીને ભાગ લેવી જરૂરી છે, એ સંદેશ સાથે મિશન ન્યૂ ઈન્ડિયા આગળ વધતું દેખાઈ રહ્યું છે. પ્રથમ અમૃતિયાનો આ સન્માન મોરબી શહેર માટે પણ ગૌરવની વાત બની છે.
