મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને જ્યોત્સનાબેન કાંતિભાઈ પટેલ દ્વારા લગ્નની ૨૭મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના જ્યોત્સનાબેન કાંતિભાઈ સંઘાણી તથા કાંતિભાઈ સંઘાણી દ્વારા તેમના લગ્નજીવનની ૨૭મી વર્ષગાંઠની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે જ્યોત્સનાબેન સંઘાણી, કાંતિભાઈ સંઘાણી, યેશા સંઘાણી, અનમોલ સંઘાણી સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના સંઘાણી પરિવારે લગ્નની વર્ષગાંઠ નિમિતે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.


