મોરબી : મોરબીમાં મહાપાલિકાની ટિમ દ્વારા છેલ્લા એક અઠવાડિયા વિવિધ વિસ્તારોમાંથી 90 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. જેમાંથી 10 પશુ માલિકોએ રૂ.41 હજારનો દંડ ભરતા તેઓના પશુ છોડવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૦૬/૦૫/૨૦૨૫ થી ૧૨/૦૫/૨૦૨પ દરમિયાન દિવસ અને રાત્રી સમય દરમિયાન માધાપર, આસ્વાદ પાન, નટરાજ ફાટક સામા કાંઠે, વર્ધમાન નગર, રામકૃષ્ણ સોસાયટી, વેજીટેબલ રોડ, શુભટાવર પાસે, સરદરબાગની સામે, રવાપર રોડ, ચકીયા હનુમાન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, રામચોક, જુના બસ સ્ટેન્ડ, શનાળા મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ અંદર, લાતી પ્લોટ શેરી નં.૧, અયોધ્યાપુરી મેઈન રોડ, ગાંધી ચોક, સરદારબાગ, સોમનાથ સોસાયટી, શુભ ટાવર, પંચાસર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, કેપીટલ માર્કેટ સામે જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ ૯૦ રખડતા ઢોર પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ છે. તથા પકડેલ પશુ પૈકી ૧૦ પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રકમ રૂ.૪૧૦૦૦/- વસુલ કરી પશુને છોડવામાં આવેલ છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયુ છે.
