મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઈ જીલરીયાનો 4 જૂને જન્મદિવસ છે. આથી મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા મિશન નવભારતના પ્રમુખ રામભાઈ જીલરીયાના જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લાને લીલુંછમ હરિયાળું બનાવવા ‘અમારી સાથે એક વૃક્ષ વાવો’ તા.4 જૂનથી મોરબી જિલ્લાની પ્રકૃતિપ્રેમી જનતા માટે એક વૃક્ષ વાવો અભિયાનની શરૂઆત કરવામાં આવશે. તેથી આ અભિયાનમાં લોકોને જોડાવવાનો અનુરોધ કરાયો છે.
