મોરબી : ભારતના આંતકવાદ વિરોધી ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ મહત્વનું યોગદાન આપ્યું છે. આથી તેમની દેશભક્તિની સરહના કરવાને બદલે ખુદ શાસક પક્ષ ભાજપના મંત્રી વિજય શાહએ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ બફાટ કર્યો હોવાથી દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ ભાજપના મંત્રીની અશોભનીય ટિપ્પણીની આકરી આલોચના કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવી પાક.પ્રેરિત આતંકવાદીઓનો ખાત્મો બોલાવી પહેલગામના આંતકી હુમલાનો બદલો લીધો હતો. આ ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈકમાં કર્નલ સોફિયા કુરેશી સહિત અનેક વીર જવાનોએ જનની બાઝી લગાવી પોતાની દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠા બજાવી હતી.આ ભારતીય સેનાના વિરોની બહાદુરી અને તેમની દેશભક્તિને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે . આવા સમયે દેશના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મુખ્ય યોદ્ધા કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી દેશના વીર જવાનોનું અપમાન કર્યું છે. ભાજપ દ્વારા ઠેર ઠેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. જે ભાજપની બેધારી નીતિ દર્શાવે છે.આ નીતિને તેઓએ વખોડી કાઢી ભારતીય સેનાના જવાનોનો આદર કરવા જણાવ્યું છે.
