Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં યુવાનનું અપહરણ, ક્રિકેટના સટ્ટાના પૈસાની ઉઘરાણી કારણભૂત

મોરબીમાં યુવાનનું અપહરણ, ક્રિકેટના સટ્ટાના પૈસાની ઉઘરાણી કારણભૂત

મોરબીમાં ક્રિકેટના સટ્ટામાં હારી ગયેલા રૂપિયા કઢાવવા માટે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાનની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ટંકારાના ગજડી ગામના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ખેવારિયા ગામે રહેતા 19 વર્ષીય યુવાન વંશ મહેશભાઈ ઉભડિયાએ મહેશભાઈ ઉર્ફે રાહુલભાઈ રામભાઈ ડાંગર, શીવમભાઈ બાબુભાઇ જારીયા, દિવ્યેશભાઈ રમેશભાઇ ડાંગર રહે. બધા ગજડી તા.ટંકારા વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે તે વિનાયક હોન્ડા શોરૂમમાં નોકરી કરતો હોય ત્યારે અવાર નવાર શીવમભાઈ બાબુભાઈ જારીયા બેસવા આવતો અને તેને મને ક્રિકેટગુરૂ એપ્લીકેશનનો ઉપયોગ કરી આઇપીએલ ઉપર સટ્ટો રમવા જણાવ્યું હતું.

તેઓએ હારજીત માટે મહેશ રામભાઈ ડાંગર સાથે વાતચીત કરાવેલ હતી. પ્રથમ ક્રિકેટ સટ્ટાના રૂપીયા ૪૦૦૦૦ ચુકવી આપેલ હતા. ત્યારબાદ રૂ.૩,૦૦,૦૦૦ ક્રિકેટ સટામા હારી ગયેલા હોવાનું જણાવી બંનેએ ધાક ધમકી આપી ઉઘરાણી શરૂ કરી હતી. આજે હું મારા મિત્ર મનોજભાઈ વિનોદભાઈ મુછડીયા સાથે એકાદ વાગ્યાના સમયે એક્ટિવા લઈ મોરબીમાં કંડલા બાયપાસ ઉપર ધ્રુવ હોસ્પીટલ પાસે પહોચેલ હતો. ત્યારે મહેશભાઇ ઉર્ફે રાહુલભાઈ ડાંગર, શીવમભાઈ જારીયા તથા દિનેશભાઈ રમેશભાઈ ડાંગરે મોટરસાયકલ લઇને આવી મને એક્ટિવામાં બેસાડી વાવડી ગામ, ચાચાપર, ખાનપર તેમજ ગજડી ગામ બાજુ લઈ ગયા હતા. આ દરમિયાન મે મારા કાકા સાગરભાઈ મેરજાને ફોન કરીને હકીકત જણાવી હતી. મારા મોબઇલમાં અલગ અલગ સગા વ્હાલાના ફોન આવવા લાગતા મને મોરબીના જેલ રોડ ઉપર પરત મૂકી દીધો હતો. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments