મોરબી સિટી બી ડિવિઝન, મોરબી તાલુકા અને પાટણના સમી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી જમારામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી ઉ.વ.૩૨ રહે. ગામ તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળાને એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
