મોરબી : તા. ૨૨/૦૫/૨૦૨૫ – મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ આરતીબા રાણાના દિકરીબા એવા બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર ગુરૂવાર, તા. ૨૨ મે ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧૨:૦૦ કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-૧ ખાતે યોજાશે. આ મહાન સેવાકાર્યમાં અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
જેમાં કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય,મોરબી-માળિયા), ડો. જયંતીભાઈ ભાડેસીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી), જયંતીભાઈ રાજકોટિયાવ(મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), લાખાભાઈ જારીયા (પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપ), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), પ્રદીપભાઈ વાળા (પ્રદેશ અગ્રણી,ભાજપ), દશરથસિંહ ઝાલા- અદેપર (પ્રમુખ, રાજપૂત સમાજ મોરબી), રીસીપભાઈ કૈલા (મોરબી શહેર ભાજપ પ્રમુખ) તેમજ અન્ય ગણમાન્ય મહેમાનોનું પણ આ પ્રસંગે સન્માનભેર સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે. આ અભિયાનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દાતા તરીકે આપની હાજરી આપવી સૌનું નૈતિક કર્તવ્ય છે.
સહયોગ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ – મોરબી સંચાલિત
આયોજક :આરતીબા રાણા
ઉપાધ્યક્ષ, મોરબી શહેર ભાજપ
સંપર્ક: ૯૫૮૬૦ ૭૦૫૭૨