મોરબી જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના સદસ્ય જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહાપાલીકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મહેન્દ્રનગર ગામે સુવિધા આપવાની માંગ કરેલ છે.
મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબી મહાનગર પાલીકાના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે આજે કમિશ્નર તથા ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા મહેન્દ્રનગર ગામની મુલાકાત લેવામાં આવી હતી
આ મુલાકાતમાં ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી, મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો ૫ણ હાજર રહેલ હતા અને તેઓની હાજરીમાં મહેન્દ્રનગર ગામની ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરેલ અને તે મુશ્કેલીઓ વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવુ આસ્વાસન આપવામાં આવેલ જેથી મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા કરેલ રજૂઆત અંગે મહેન્દ્રનગર વિસ્તારમાં ૫ડતી મુશ્કેલીઓનો રૂબરૂ તાગ મેળવ્યો અને મુશ્કેલીઓને વહેલી તકે નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું તે બદલ મ્યુનીસીપલ કમિશ્નરનો આભાર વ્યક્ત કર્યો હતો

