મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા સિવણ અને બ્યૂટી પાર્લર કેદ્રના લાભાર્થી બહેનોને નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી સાઈ મંદિર રણછોડનગર સોસાયટીમાં સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સર્ટીફીકેટ વિતરણ કાર્ય પહેલા લાભાર્થી બહેનોના જીવનમાં રોજગાર રૂપી પ્રકાશ ફેલાવે તેવી ભાવના સાથે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્યોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો શારદાબેન આદ્રોજા, કાજલબેન આદ્રોજા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા તેમજ અનસ્ટોપેબલ પ્રમુખ હેતલબેન, પ્રિન્સપલ કાઉન્સિલના પિયુતાબેન પટેલ, વિનુભાઈ ભટ્ટ, સાઈ મંદિરના મહંત બાબુભાઈ વગેરે આ સેવાકીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ 26 બ્યૂટી પાર્લર કેન્દ્રની અને 12 સિવણ કેન્દ્રની લાભાર્થી બહેનોને દરેક મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.



