મોરબી જિલ્લામાં ખેતી, ઉદ્યોગ સહિતના તમામ વ્યવસાયમાં શ્રમિકોને કામે રાખતા અગાઉ તેમના આધાર પુરાવા લેવા ફરજિયાત હોવાની સાથે એસ્યોર મોરબી એપ્લિકેશનમાં નોંધણી ફરજિયાત હોવા છતાં હળવદમા અલગ અલગ ત્રણ બનાવના શ્રમિકોને આધાર પુરાવા વગર કામે રાખનાર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રથમ કિસ્સામાં હળવદ તાલુકાના ઈંગોરાળા રોડ ઉપર ખેત મજૂરને કામે રાખનાર મનસુખભાઈ બાવલભાઈ માકાસણા રહે.વિશ્વાસ સોસાયટી હળવદવાળા વિરુદ્ધ તેમજ બીજા કિસ્સામાં શ્રી રામ ઈન્ડસ્ટ્રીઝ ઈશ્વર નગર ગામે શ્રમિકોને કામે રાખનાર મેરૂપર ગામના રહેવાસી સાગર કાળુભાઈ વડગાસીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત હળવદ શહેરમાં ક્રિષ્ના હોટલ પાછળ નવા બંધાતા ગોડાઉનમાં શ્રમિકોને આધાર પુરાવા વગર કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધણી નહિ કરાવનાર વિનોદકુમાર બબઉરામ સોનકર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.