હળવદ તાલુકાના સુરવદર ગામે કારમાં આશરે 10થી વધુ શખ્સોએ વહેલી સવારે ફળીયામાં સુતેલા આધેડની ટીંગાટોળી કરી ઘર બહાર લય ગયા બાદ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જોકે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદના સુરવદર ગામે વહેલી સવારે કારમાં આશરે 10 જેટલા શખ્સોએ ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચાના ઘરે પહોંચ્યા હતા અને ટિગાટોળી કરી ઘર બહાર લય ગયા બાદ ચંદુભાઈને તિક્ષણ હથિયારના ઘા મારી મોત નિપજાવ્યુ હતુ જ્યારે કિરણને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ બનાવમાં હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને બનાવ અંગે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
