વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકે ઇકો કારના ચાલકે ટોલટેક્સ ન ચૂકવવો પડે તે માટે પુરઝડપે કાર ચલાવી બૂમ બેરીકેટ તોડીને પસાર થતા બેરીકેટ ટોલ કલેક્ટ કરતા મહિલા કર્મચારીના માથામાં લાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકે ટોલટેક્સ ઉઘરાવવાનું કામ કરતા બંસીબેન મોહનભાઇ પરમાર રહે.મકનસર પ્રેમજીનગર નામની યુવતીએ જીજે – 03 – એલજી – 5247 નંબરની કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈ તા.5ના રોજ તેઓ ફરજ ઉપર હતા ત્યારે બપોરના સમયે ઉપરોક્ત ઇકો કારનો ચાલક ટોલનાકાનું બૂમ બેરીકેટ તોડીને નાસી જતા આ બેરીકેટ બંસીબેનને માથામાં લાગ્યું હતું. બનાવ અંગે બંસીબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ઇકો કારના નંબરને આધારે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.