મોરબી એલસીબીએ ત્રાજપર ચોકડી પાસેથી એક શખ્સને ગોંડલમાંથી ચોરાયેલ બાઇક સાથે ઝડપી લઈ બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ ઉપરથી અજયભાઇ સુરાભાઇ વાધેલા ઉ.વ.૨૯ રહે. હાલ કુડલા તા.ચુડાવાળાને એક શંકાસ્પદ બાઇક સાથે પકડેલ હતો. પોકેટ કોપ એપ્લીકેશન તથા મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રજી.નં. GJ 03 JB 9463 નંબરના બાઈકના માલીક તરીકે જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટાઉમવડા તા.ગોંડલવાળાનું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે વિપુલભાઇ છગનભાઇ સાંઢમીયા રહે. ઘેલાસોમનાથ તા. જસદણવાળાનું પણ નામ ખુલ્યું હતું. વધુમાં પકડાયેલા આરોપી સામે અગાઉ મોરબી તાલુકા સહિત 6 પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે.
