મોરબીમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચેથી લેબલ અને જોઈન્ટ ક્લોઝરની ચોરી કરનાર બે શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવીઝન પોલીસને બાતમી મળેલ કે મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ.ઓ.એફ.સી કેબલ ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થયેલ જે ચોરી કરનાર શખ્સ અન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી – ૨માં આવનાર છે. આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે મહારાણા સર્કલ પાસે વોચ ગોઠવી દિનેશ નંદુભાઇ માવી ઉ.વ.૨૦ રહે.હાલ ભુમી ટાવર સામે ઝુપડામાં વાવડી ગામ તથા રજાકભાઇ લતીફભાઈ કચ્છી ઉ.વ.૬૨ રહે.કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબીવાળાને પકડી લઈ ચોરી કરેલ રૂ.૧૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
