મોરબી : ભારત વિકાસ પરિષદ હળવદ શાખાની સાધારણ સભા તથા પરિવાર મિલન સમારંભ નીલકંઠ મહાદેવ શિવાલય રાણેકપર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ઘનશ્યામ દેથરિયાની અધ્યક્ષ તરીકે રણજીતસિંહ સોલંકીની સેક્રેટરી તરીકે અને ડોક્ટર અનિલ પટેલની કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૫/૨૦૨૬ માટે જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળવા ના સોગંદ લીધા અને વચન આપ્યું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના કોષાધ્યક્ષ જયેશભાઈ પનારા ગુરુવંદના છાત્ર અભિનંદન સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક કિશન ભાઈ હરિયાણી સુરેન્દ્રનગર શાખાના અશોકભાઈ ચાંપાનેરી તથા પ્રકાશભાઈ વાળા અને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સંયોજક વિશાલ ભાઈ બરાસરા હાજર રહ્યા હતા.જેમાં વર્ષ ૨૪/૨૫ નો હિસાબ અને સ્વાગત તેમજ ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યોની માહિતી શાખા અધ્યક્ષ ઘનશ્યામ દેથરિયા દ્વારા આપવામાં આવી હતી.સોગંદવિધિ જયેશભાઈ પનારા દ્વારા કરાવવામાં આવી હતી. શાબ્દિક પ્રવચન જયેશભાઈ પનારા અને કિશનભાઈ હરિયાણીએ કરેલ. હળવદ તાલુકાની ધોરણ 6થી 8 ની બાળાઓને કુલ ૧૦૦૦૦(દસ હજાર)૨૦૦ પેઇઝના ચોપડાના દાતાનું મહેમાનોના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પહેલગામ હુમલામાં અવસાન પામેલ નિર્દોષ ભારતવાસી અને ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા શહીદવિરો ને શ્રધ્ધાંજલી આપી.કાર્યક્રમના અંતે આભારવિધિ સેક્રેટરી રણજીત સિંહ સોલંકી એ કરી અને સ્વરૂચિ ભોજન સમારંભ સાથે સૌએ મહાદેવના આશીર્વાદ લઈ પૃથ્વીના છેડા ઘર તરફ કર્યું.



