ટંકારા શહેરમાં વર્ષ 2023મા મકાન ખરીદનાર બેલા રંગપર ગામના વેપારીને મકાનના મૂળ માલિકોએ કબજો નહિ સોંપતા આ મામલે લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ થયેલી ફરિયાદ બાદ અંતે મકાનમાં કબજો જમાવનાર પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા રંગપર ગામે રહેતા અને રફાળેશ્વર ખાતે પેકેજિંગનો ધંધો કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજાએ ટંકારા ગામે રહેતા આરોપી અમીનશા અલીશા સરવદી, આસિફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી અને અલીશા અકબરશા સરવદી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2023મા તેઓએ આરોપી અમીનશા પાસેથી ટંકારાના સર્વે નંબર 1526એ ની જમીન ઉપર આવેલ 3182 ચોમીનું મકાન ખરીદ કર્યું હતું. તે સમયે આરોપી અમીનશાએ થોડો સમય માટે મકાનમાં રહેવાનું કહેતા ફરિયાદીએ માનવતાના ધોરણે મકાન રહેવા માટે આપ્યા બાદ મકાન ખાલી કરવાનું કહેતા આરોપીઓએ મકાન ખાલી નહિ કરી બહાના કાઢી કબજો કરી લેતા અંતે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા અંતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની મંજૂરી બાદ આ તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.