મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માળીયાની મુલાકાત લીધી હતી. જેમાં આજે સવારે ૧૧ કલાકે મોરબી જીલ્લામા શક્તિસિંહ ગોહિલનું આગમન થયું હતું. ત્યારબાદ માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે આવેલ મોમાઁઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મુલાકાત લઈ માઁ ના દર્શન કરી મોટા દહિંસરા ખાતે આવેલ આહિર વિર ભોજાબાપાની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને માળીયાના વવાણીયામાં રામબાઈ માઁ મંદિર ખાતે દર્શન કરી આહિર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ત્યારબાદ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ પર જઈ દર્શન કર્યાં હતા.


