મોરબીના વણકર વાસ વિસ્તાર માં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી વીજતંત્ર સમક્ષ નુકસાનના વળતરની માંગ કરી છે.
મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તારમાં થાંભલો બદલવાનો હોય સવારથી લાઈટ ન હતી. જ્યારે થાંભલો બદલીને છેડા આપવામાં કોઈ બાબતે ચૂક થતા અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજની સમસ્યા થઈ હતી જેના લીધે રોજનું લઈને રોજનું ખાતા હોય એવા શ્રમજીવી મજૂરીયાત વર્ગના લોકોના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણોને નુકશાન થયેલ હતું. આથી પી.જી.વી.સી.એલ. ના કોટ્રેક્ટરરનું ભૂલના કારણે ગરીબ લોકોનુ ભારે નુકશાન થયેલ હોય સ્થાનિક લોકોએ યોગ્ય વળતળ ની માંગ કરેલ હતી.
