Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનીલકંઠ વિદ્યાલય દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ચિત્ર અને ક્વીઝ સ્પર્ધા યોજાશે

નીલકંઠ વિદ્યાલય દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ચિત્ર અને ક્વીઝ સ્પર્ધા યોજાશે

મોરબી : હાલની પરિસ્થિતિમાં સમગ્ર ભારત દેશને ગૌરવ આપતા ઓપરેશન સિંદૂર વિષય પર નીલકંઠ વિદ્યાલયના તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું તા. 24-5-2025ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ચિત્ર સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર થીમ પર કોઈ પણ ચિત્ર દોરવાનું રહેશે. આ માટે જરૂરી ડ્રોઈંગ સીટ સ્પર્ધા સ્થળ પર આપવામાં આવશે. કલર તેમજ બીજી જરૂરિયાતની વસ્તુઓ વિદ્યાર્થીએ ઘરેથી લાવવાની રહેશે. નોંધનીય છે કે, ઓપરેશન સિંદુરને સફળ બનાવવા માટે ભારતીય સેનાનો અપ્રતિમ સાહસ જવાબદાર છે. આ માટે બાળકોમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમની ત્રણેય પાંખો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ તેમજ ઇન્ડિયન નેવી વિષયને લગતી માહિતીઓનું જ્ઞાન વધે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભક્તિને ઉજાગર કરતા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પ્રશ્નોત્તરની લેખિત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર ભારતીય ડિફેન્સ સિસ્ટમ તેમજ ઓપરેશન સિંદૂરને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. આ માટેની જરૂરી માહિતી બાળકો google પરથી મેળવી શકશે.

નીલકંઠ વિદ્યાલયના સંચાલક તેમજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ વતી બાળકોને આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધાકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ બંને સ્પર્ધામાંથી વિદ્યાર્થી કોઈપણ એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ધો. 5 ‌‌થી 10 ના કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન કરવામા આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે મોબાઈલ નં. 9512295951 / 9512295952 પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments