વાંકાનેર : આપણા દેશની સેનાએ સમયસર નિર્ણય લીધો તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણેય વડાઓ સાથે મિટિંગ કરી આપણા દેશની સુરક્ષા અને સલામતી માટે સેનાને પોતાની રીતે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા છૂટો દોર આપવામાં આવ્યો હતો. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ધર્મ પૂછી મોતને ઘાટ ઉતાર્યા હતા તે હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર શરૂ કરી માત્ર ગણત્રીની મિનિટોમાં આતંકવાદી હઠા નેસ્તનાબૂત કરી પુરા વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આપી એક સંદેશો આપ્યો કે ભારતની સેના દરેક મોરચે અડીખમ છે એ સેનાના કાર્યને સાબાસિ આપવા આ તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી જેમાં સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનોની મર્દાનગી ને બિરદાવી હતી.
તિરંગા યાત્રા શહેરના ભાજપ કાર્યાલય ગરાસિયા બોર્ડિંગ ખાતેથી સાધુ સંતો મહંતો દ્વારા પ્રસ્થાન કરાવી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને સ્ટેચ્યુ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ પટેલ , ભાજપ અગ્રણી દિપકાસિંહ ઝાલા , ગજેન્દ્રસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ ઝાલા , રમેશભાઈ મકવાણા , સુરેશભાઈ પ્રજાપતિ , લઘુમતી સમાજના અગ્રણી અશરફભાઈ બાદી , તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા તાલુકા ભાજપના અગ્રણી રતિલાલ અણિયારીયા, વાઘજીભાઇ ડાંગરોચા , તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા , બ્રહ્મ સમાજ અગ્રણી પ્રવિણભાઇ પંડ્યા તથા દુષ્યંત ઠાકર સહિત મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં કાર્યકરો તથા હોદેદારો તેમજ નાગરિકો જોડાયા હતા અને ભારત માતા કી જય વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા.




