Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા કરનાર કુલ 14 આરોપીઓ ઝડપાયા

હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા કરનાર કુલ 14 આરોપીઓ ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે પરણીતાને ભગાડી જવાના બનાવને લઈ 55 વર્ષીય આધેડની હત્યા નીપજાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ બનાવમાં પોલીસે અગાઉ ચાર આરોપીઓના નામ જોગ અને પાંચ અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે વધુ પાંચ આરોપીઓના નામ ખુલતા આ ઘટનામાં કુલ ૧૪ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે અને તમામ આરોપીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 18ના રોજ સુરવદર ગામે ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા ઉંમર વર્ષ 55ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.જ્યારે જયસુખભાઈ, જયેશભાઈ અને સંજનાબેનને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કિરણભાઈ ધામેચાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં વિશાલભાઈ રમેશભાઈ નંદેસરિયા રહે. રાયધ્રા, રામજીભાઈ રણછોડભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા, સાગરભાઇ રણછોડભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા, કાનાભાઈ ગોકળભાઈ બહુકીયા રહે. રાયધ્રા, મહેન્દ્રભાઈ ઉર્ફે મેંદો મયુરભાઈ નંદેસરિયા રહે. રાયધ્રા, સહદેવભાઈ ભરતભાઈ નંદેસરિયા રહે. રાયધ્રા, આશિષભાઈ બાબુભાઈ ગણેશિયા રહે. શક્તિનગર, બચુભાઈ રાયસીંગભાઈ દલસાણીયા રહે.રણછોડગઢ, ભરતભાઈ માધાભાઈ કુરિયા રહે.રતનપર,તા-સાયલા, દીપકભાઈ ઉર્ફે મેહુલભાઈ ચંદુભાઈ મગવાનિયા રહે.નવાગામ તા- થાનગઢ, રાહુલભાઈ વિક્રમભાઈ બહુકિયા રહે. ધારાડુંગળી તા-સાયલા, દશરથભાઈ રામસિંગભાઈ કણસાગરા રહે ઈશ્વરીયા તા-સાયલા, જેમાંભાઈ જીલાભાઈ બોહકીયા રહે. ધારા ડુંગરી તા-સાયલા, હરેશભાઈ દેવાભાઈ કોળી રહે. ધારાડુંગરી તા- સાયલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments