મોરબી : મોરબીમાં કંડલા હાઈવે ઉપર શનાળા બાયપાસ નજીક કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આજે બપોરના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી હતી.ભારે અવરજવર ધરાવતા હાઇવે ઉપર ઓચિંતા જ કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફરાતફરી થઈ હતી. જો કે, આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને બુઝાવી નાખી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

