મોરબી : માળીયા-મોરબી નેશનલ હાઈવે પર સોખડા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકના બોનેટના ભાગે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને ટ્રક ચાલક તેમાં ફસાયો હતો ઘટના બાદ ઈમરજન્સી કોલ જેતપર લોકેશનની 108ની ટીમને મળેલ હતો, જેથી તાત્કાલિક ધોરણે જેતપર 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકની પાછળ બીજો ટ્રક પુરપાટ ઝડપે ઘૂસી ગયેલ હતો જેને હાઈડ્રોની મદદથી એક્સ્ટ્રીકેશન કરી ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢેલ અને 108 દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડેલ છે આમ સમય સૂચકતા દાખવી ટ્રક ડ્રાઇવરનો જીવ બચાવ્યો હતો.