મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગેના ચાર અલગ અલગ દરોડા પાડતા પાંચ આરોપીઓ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ત્રણ બોટલ તેમજ બિયરના 7 ટીન સાથે ઝડપાઇ ગયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ 8માંથી આરોપી રફીક નૂરમામદ જામ નામના શખ્સને ટ્યુબર્ગ બિયરનું એક ટીન કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લીધો હતો.બીજા દરોડના ભક્તિનગર ઓબરબ્રિજ પાસે બિયરની લેતી દેતી કરી રહેલા આરોપી જીગ્નેશ ભુપતભાઇ મોરી અને મેહુલ હરસુરભાઈ કાતરિયાને પોલીસે બિયરના છ ટીન કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધા હતા.
જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ પાછળથી આરોપી અજય મનુભાઈ ડોડીયાને મેજીક મુમેન્ટ વોડકાની બે બોટલ કિંમત રૂપિયા 3800 સાથે ઝડપી લીધો હતો.આ ઉપરાંત તાલુકા પોલીસે બેલા આમરણ ગામના રહેવાસી પરેશ દયાલજીભાઈ ઉર્ફે દિલીપભાઈ કાસુંન્દ્રાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.