ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરિપર નજીક ડબલ સવારી બાઇકને અર્ટિગા કારના ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇકમાં સવાર મહિલા અને પુરુષને ઇજાઓ પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરિપરથી મિતાણા તરફ જઈ રહેલા જીજે – 03 – એમજે – 0946 નંબરના બાઇકને જીજે -10 – ડીજે – 4999 નંબરની અર્ટિગા કારના ચાલકે પાછળથી ઠોકર મારતા બાઈક સવાર રાજેન્દ્રભાઇ બધાભાઈ દાફડા રહે.હાલ નસીતપર મૂળ રહે.આટકોટ તેમજ સાહેદ જ્યોતિબેનને ઇજાઓ પહોંચતા અર્ટિગા કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.