હળવદ : હળવદના ચરાડવા ગામે લગ્ન ન થવાથી નાસીપાસ થયેલા યુવાને ગળેફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા લાલજીભાઈ શંકરભાઇ લકુમ ઉ.વ. 30 નામનો યુવાન ધુની સ્વભાવનો હોય અને યુવાન વય થઈ જવા છતાં લગ્ન ન થતા હોય ગુમસુમ રહેતા આ યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.