વાંકાનેર : વાંકાનેરમા શીતળા માતાજીના મંદિરે ફોટા પાડતા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર શહેરમાં પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ફોટા પાડી રહેલા રાજકોટના પરેશભાઈ લાખાભાઈ પરેશા ઉ.22 નામના યુવાનને આરોપી યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા તેમજ બીજા બે અજાણ્યા શખ્સોએ વગર કારણે લાકડી વડે માર મારતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.